સામાન્ય પ્રશ્નો

કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ઉપયોગમાં લેવાતી યાદચ્છિક અનન્ય ID કેવી દેખાય છે?

યાદચ્છિક અનન્ય ID એ અક્ષરો અને સંખ્યાઓનો બનેલો કોડ હોય છે. તેને ફોન વચ્ચે શેર કરવામાં આવે છે અને તે દર 15 થી 20 મિનિટે બદલાઈ જાય છે. તેનો ઉપયોગ વપરાશકર્તાને કે તેમના ફોનને ઓળખી કાઢવા નથી કરી શકાતો.

શું હું એપ ડીલીટ કરી શકું છું?

તમે જ્યારે ઇચ્છો ત્યારે એપને ડીલીટ કરી નાખવા સક્ષમ હશો. તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા નિર્ધારિત કર્યા મુજબ કેટલોક ડેટા રહેશે, પરંતુ એપ અને તેમાં રહેલો ડેટા ડીલીટ કરી નાખવામાં આવે છે.

એકવાર તમે એપ ડીલીટ કરી નાખો, પછી તમને નોટીફિકેશન અથવા ચેતવણીઓ મળશે નહીં.

શું હું એવા એપ વપરાશકર્તાને ઓળખી શકું કે જેમની કોરોનાવાઈરસ (COVID-19) ની ટેસ્ટ પોઝિટિવ આવી છે?

નહીં. એપ તમને એવા કોઈપણ એપ વપરાશકર્તાઓને ઓળખી કાઢવાની પરવાનગી આપતી નથી જેની કોરોનાવાઈરસની ટેસ્ટ પોઝિટિવ છે. એપનો ઉપયોગ કરી રહેલા કોઈપણની ઓળખ અને ગોપનીયતા સુરક્ષિત છે તેની સુનિશ્ચિતતા માટે યાદચ્છિક અનન્ય ID નો ઉપયોગ કરવામાં આવે છે.

જો કે, વપરાશકર્તાઓને તેમના ફોનને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે એપ્લિકેશનની ચેતવણીઓ જેઓને તમારા ફોનની એક્સેસ હશે તેમને દેખાશે.

શું એપ મારી બેટરી ખતમ કરી નાખશે?

એપ "બ્લૂટૂથ લો એનર્જી" નો ઉપયોગ કરે છે અને તેનાથી તમારા મોબાઇલ ફોનની બેટરીને ઓછામાં ઓછી અસર થશે, ખાસ કરીને જો તમે બ્લૂટૂથ એનેબલ કરેલ હોય ત્યારે.

એપને મારા ડિસ્ટ્રિક્ટ પોસ્ટકોડની જરૂર શા માટે છે?

જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે તમને ડિસ્ટ્રિક્ટ પોસ્ટકોડ સબમિટ કરવાનું કહેવામાં આવશે. આનો અર્થ એ છે કે તમારા પોસ્ટકોડનો પ્રથમ ભાગ NHS સાથે શેર કરવામાં આવ્યો છે.

ડિસ્ટ્રિક્ટ પોસ્ટકોડમાં સામાન્ય રીતે લગભગ 8,000 સરનામાંઓ ધરાવે છે, જેનો અર્થ એ કે તમારૂં ચોક્કસ સ્થાન ઓળખી શકાતું નથી.

એપ તમારા ડિસ્ટ્રિક્ટ પોસ્ટકોડનો ઉપયોગ તમને એ જણાવવા માટે કરશે જો આ વિસ્તારમાં જોખમ છે.

NHS ડિસ્ટ્રિક્ટ પોસ્ટકોડનો ઉપયોગ કરશે, આ માટે:

  • સ્થાનિક હોસ્પિટલ સેવાઓનું પૂર્વાનુમાન અને વ્યવસ્થાપન
  • એપમાં સુધારા કરવો અને સુનિશ્ચિત કરવા કે તે કાર્યરત છે
જો મારો ફોન લોક હશે તો શું એપ કામ કરશે?

જ્યાં સુધી ફોન ચાલુ હોય અને બ્લૂટૂથ એનેબલ હોય ત્યાં સુધી, તમારો ફોન લોક હશે તો પણ એપ કામ કરશે. આમાં એક અપવાદ એ છે કે જો તમે હમણાં જ તમારો ફોન ફરી ચાલુ કર્યો છે, તો તમારે એપ શરૂ કરવા માટે પહેલા ફોન અનલોક કરવો જરૂરી છે. આ ફક્ત ફરી ચાલુ કરવા સમયે જ જરૂરી છે અને તમારે એપ ખોલવાની જરૂર નથી.આ ફક્ત ફરી ચાલુ કરવા સમયે જ જરૂરી છે અને તમારે એપ ખોલવાની જરૂર નથી.

મારે નોટીફિકેશન ચાલુ કરવાની જરૂર શા માટે છે?

જો તમે બીજા એવા એપ વપરાશકર્તાની નજીક સમય પસાર કર્યો છે કે જેની પાછળથી કોરોનાવાઈરસની ટેસ્ટ સકારાત્મક આવે, તો તમારો ફોન તમને ચેતવણી મોકલવા માટે નોટીફિકેશનનો ઉપયોગ કરશે, કૃપા કરી જો તમને નોટીફિકેશન ચાલુ કરવાનું કહેવામાં આવે તો તેમ કરો.

એપને કામ કરવા માટે શું તમારે બ્લૂટૂથની જરૂર છે?

હા. એપ કામ કરવા માટે "બ્લૂટૂથ લો એનર્જી" નો ઉપયોગ કરે છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરો છો, ત્યારે તમારે Apple અને Google તરફથી "એક્સપોઝર નોટીફિકેશન" સેવાને પરવાનગી આપવાની જરૂર રહેશે.

આ એટલા માટે છે કેમ કે બ્લૂટૂથ તમારી એપને અન્ય એપ વપરાશકર્તાઓની યાદચ્છિક ID ને રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે જેમણે તમારી સાથે નજીકથી સમય પસાર કર્યો છે. આ "એક્સપોઝર લોગીંગ" તરીકે ઓળખાય છે અને આ ટેક્નોલોજી જ્યાં સુધી તમારા ફોનનું બ્લૂટૂથ ચાલુ રહે ત્યાં સુધી કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ કરે છે.

મારે કોઈ સ્થળમાં ક્યારે અને શા માટે ચેક ઇન કરવાની જરૂર છે?

જો તમે કોઈ સ્થળમાં દાખલ થાવ (ઉદાહરણ તરીકે, કોઈ દુકાન, રેસ્ટોરાં અથવા સલુન) જેના પ્રવેશદ્વાર પર અધિકૃત NHS QR કોડ પોસ્ટર હોય, તો તમારે તમારી એપ દ્વારા કેમેરાના ઉપયોગથી QR કોડ સ્કેન કરવો જોઈએ.

તેનો ઉપયોગ થતાં પહેલાં તમને તમારી પરવાનગી આપવા માટે એક સંદેશ દ્વારા પૂછવામાં આવશે.

ત્યારબાદ તમને ચેતવણી મળશે, જો તમે હાલમાં એવા કોઈ સ્થળ પર ગયા હોવ જ્યાં તમે કોરોનાવાઈરસ (COVID-19) ના સંપર્કમાં આવી શક્યા હોવ.

મારે મારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની જરૂર શા માટે છે?

NHS COVID-19 એપને કામ કરવા દેવા માટે, તમારે તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમનું અદ્યતન સંસ્કરણ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.

Apple ફોન માટે, તમારે 13.5 અથવા તેથી ઊંચા સંસ્કરણની જરૂર પડશે. એન્ડ્રોઇડ ફોન માટે માર્શમેલો અથવા 6.0 વર્ઝન અથવા તેથી ઉંચાની જરૂર પડશે.

 કૃપા કરીને faq.covid19.nhs.uk પર અંગ્રેજીમાં વધુ સામાન્ય પ્રશ્નો જુઓ