એપનું મહત્વ

દરેક વ્યક્તિ જે એપ ડાઉનલોડ કરશે તે કોરોનાવાઈરસ (COVID-19) સામે લડવામાં મદદ કરશે.

એપ NHS ને એ સમજવામાં મદદ કરશે કે વાઈરસ ક્યાં અને કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી તે ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરી શકે. એપ NHS ને વાઈરસને ટ્રેક કરવામાં મદદ કરે છે, નહીં કે વ્યક્તિઓને.

એપનો ડેટા

એપ્લિકેશન તમને કે તમારા લોકેશનને ટ્રેક નહીં કરે. તેના બદલે તમારા ડિસ્ટ્રિક્ટનો પોસ્ટકોડ એપને વાયરસ ક્યાં ફેલાઈ રહ્યો છે તે જાણવામાં મદદ કરશે.

તમારો ડિસ્ટ્રિક્ટનો પોસ્ટકોડ તમારા પોસ્ટકોડનો પ્રથમ ભાગ છે, જે લગભગ 8,000 અન્ય ઘરો માટે સમાન છે. જ્યારે તમે પહેલી વખત એપ ડાઉનલોડ કરો છો ત્યારે તમને તમારા ડિસ્ટ્રિક્ટનો પોસ્ટકોડ પુછવામાં આવશે.

એપ્લિકેશન કોન્ટેક્ટ ટ્રેસિંગના ફાયદાઓ

આ એપ, એવા એપ વપરાશકર્તાઓને ટ્રેસ કરવામાં મદદ કરે છે જેમણે અન્ય એપ વપરાશકર્તાઓની નજીક સમય પસાર કર્યો હોય, જેને તેઓ વ્યક્તિગતરૂપે જાણતા ન હોય, અને તેમની કોરોનાવાઈરસની ટેસ્ટ પાછળથી સકારાત્મક આવી હોય.

"ચેક-ઇન" સુવિધા વપરાશકર્તાઓને અજ્ઞાતરૂપે તે જ સમયે તે જ સ્થળ પર ચેતવણી આપવા દ્વારા આ કાર્યક્ષમતાને ટેકો આપે છે.

એપ્લિકેશન કોન્ટેક્ટ ટ્રેસિંગ જેની સાથે તમે નજીકના સંપર્કમાં રહ્યા છો તેની ચેતવણી આપવાના સમયને ઘટાડે છે.